608, 2014

રાજકીય પ્રશ્નો – ૨

વલસાડ

Side B –

– આ નકારાત્મક અધ્યાત્મ છે. એ અધ્યાત્મના કારણે દેશનો જે ક્રીમ વર્ગ, કર્તા-ધર્તા વર્ગનું માઈન્ડ ડલ(આળસુ) થઇ ગયું, એટલે તમારે ત્યાં રાજાઓ થયા પણ ખૈબર-બોલંદને પાર કરનારાઓ ન થયા. મને ઘણી વખત થાય કે મારા દેશમાં મહંમદ ગઝની જેવા થયા હોત અને છેક ટર્કી સુધી પહોંચ્યા હોત તો હું આજે ગર્વ લઈને જીવતો હોત, છાતી કાઢીને કહી શક્યો હોત કે આ અમારો ઈતિહાસ જોઈ લો. આ દેશમાં સૌથી વધારેમાં વધારે અપરાધી વિસ્તાર ગંગા અને જમુનાનો કિનારો છે, હરિદ્વારથી પટના અને બિહાર સુધી, કેમ? સાઉથમાં, મદ્રાસ તરફ જાવ તો બહું સારી પ્રજા તમને મળશે. ત્યાં બસમાં સ્ત્રીની બાજુમાં પુરુષ નહિ બેસશે અને પુરુષની બાજુમાં સ્ત્રી નહિ બેસશે. કંડકટર એની કાળજી રાખશે. ઉત્તર ભારતમાં તમારું ઘડિયાળ ખેંચી કાઢશે, ખિસ્સું ખાલી કરી નાખશે. ત્યાં સાંજ પડ્યા પછી સ્ત્રીઓ બહાર નીકળી ન શકે, કેમ? આ ગંગાજળ પીવાનું પરિણામ હશે? […]